Header Ads

ads header

ખેરગામ: શામળા ફળિયા પ્રાથમિક શાળામાં બાળ સાંસદની ચૂંટણી યોજાઈ.

  ખેરગામ: શામળા ફળિયા પ્રાથમિક શાળામાં બાળ સાંસદની ચૂંટણી યોજાઈ.

તારીખ:૦૬-૦૭-૨૦૨૪નાં દિને શામળા ફળિયા પ્રાથમિક શાળામાં બાળ સાંસદની ચૂંટણી યોજાઈ હતી. જેમાં પ્રથમ ધોરણ ૮નાં પાંચ ઉમેદવારોએ મહામંત્રીની ઉમેદવારી માટે ફોર્મ ભર્યા હતા. જેમાં પાંચે ઉમેદવારો માટે ટેકેદારોએ પણ ફોર્મ ભરી ટેકો જાહેર કર્યો હતો. ત્યારબાદ ચૂંટણી પ્રક્રિયામાં અનુસરવાની તમામ બાબતો અહીં અમલ કરવામાં આવ્યો હતો. પોલિંગ સ્ટાફ, ઇવીએમ મશીન,મતદાર કુટીર, સૂચનો બેનર, એવિલોપ્ય શાહીથી નિશાન કરવું, મતદાર યાદીમાં નિશાન, જેવી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેથી બાળકોને આખી ચૂંટણી પ્રક્રિયાથી માહીતગાર થાય. મતદાન સ્ટાફ તરીકે ધોરણ 6થી8નાં વર્ગશિક્ષકો શીતલબેન પટેલ, વૈશાલીબેન પટેલ અને પ્રિયંકા દેસાઈએ ભાગ ભજવ્યો હતો.

મતદાન પૂર્ણ થયા બાદ મતદાન કલોઝ કરી પરિણામ મોબાઈલ ઇવીએમ મશીન પર ઉમેદવારોને બતાવી દરેકને કેટલા મત મળ્યા તે બતાવવામાં આવ્યું હતું. જેમાં શાળાની દિકરી પરી પટેલને 18 મત મળતાં તેને વિજેતા જાહેર કરવામાં આવી હતી.









No comments